MO Desk

સ્નેહી મેડીકલ ઓફીસર મિત્રો,

આપને જણાવતા અતિહર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ કે, મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ) એસોસીએશન, ગુજરાત સ્ટેટ તેના ઉત્તરોતર વિકાસના સોપાનરૂપમાં તેની વેબસાઈટને સતત અપગ્રેડ કરતુ રહ્યુ છે. મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ) એસોસીએશન, ગુજરાત સ્ટેટની સ્થાપના ૧૯૮૪માં(૩૪ વર્ષ પહેલા) થઇ. આ ગુજરાત સરકારશ્રીમાં રજીસ્ટર થયેલ એસોસીએશન છે. આ એસોસીએશન મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ)નાં પ્રાણપશ્નોને નિયમો આધીન રહી  સરકારશ્રીની સાથે રહી ઉકેલ્યા છે. હંમેશા સત્ય અને નિયમોને આધીન રહી નિષ્પક્ષ અને નીડરતાપૂર્વક મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ)નાં હિતમાં નિરંતર વિચાર અને કાર્યો કરી તેને એક નવી ઉચાઇ પર પહોચાડવા મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ) એસોસીએશન, ગુજરાત સ્ટેટ સતત પ્રયત્ન કરતુ આવ્યું છે અને હાલ કરી રહ્યું છે, તેના ભાગ રૂપે હાલ ટેકનોલોજીના સમયમાં એક આગે કુચ કરવા અને બધા મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ)ને તેના સંપૂર્ણ સેવાકાલ દરમ્યાન ઉપયોગી તમામ પ્રકારની માહિતીઓ-વિગતો મળી શકે અને સમાજના તથા સરકારશ્રીના તમામ ક્ષેત્રમાં અગ્રેસર થઇ શકે તેવું રેડી રેકનર ઉપલબ્ધ કરાવવા માટે “સર્વ હિતાય (બધાના હિત/ઉપયોગ માટે) અને સર્વ સુખાય(બધાને કામની સરળતા/ સુગમતા મળી રહે તે માટે)” વેબસાઈટનું આ નવુ વર્ઝન અપગ્રેડ કર્યું છે. અમારો આ પ્રયત્ન આપ સર્વેને ઉપયોગી થાય તેવી અભ્યર્થના સહ…