Achievements

એસોસીએશન દ્વારા મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ), ગુજરાત રાજ્યનાં

પ્રાણપ્રશ્નો બાબતે થયેલ રજૂઆતો અને મળેલ સિદ્ધિઓ

  1. મેડીકલ ઓફિસર્સ(આયુર્વેદ)ને એન.પી.એ. આપવા બાબત
  2. મેડીકલ ઓફિસર્સ(આયુર્વેદ) વર્ગ – ૨ નાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને પંચાયતના મેડીકલ ઓફિસર્સ વચ્ચે વિસંગતતાનો ઉકેલ લાવવા બાબત
  3. મેડીકલ ઓફિસર્સ(આયુર્વેદ) પંચાયતને અપગ્રેડ (વર્ગ – ૩ માથી અપગ્રેડ કરી વર્ગ – ૨ માં) કરવા બાબત
  4. વર્ગ – ૩નાં મેડીકલ ઓફિસર્સ(આયુર્વેદ)પંચાયતને હાઈકોર્ટના ચુકાદા મુજબ વર્ગ – ૨માં લેવા બાબત અને અમલીકરણ કરવા બાબત
  5. સિનીયોરીટી લીસ્ટ બહાર પાડવા બાબત (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને પંચાયતના મેડીકલ ઓફિસર્સનુ)
  6. ફિક્સ પગારના આયુર્વેદિક મેડીકલ ઓફિસર્સ (S.M.P.), કૃષ્ણકુમાર ટ્રસ્ટ, આરોગ્યમંડળના આયુર્વેદિક મેડીકલ ઓફિસર્સને કાયમી કરવા બાબત
  7. મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ) વર્ગ – ૨ ને વૈદ્ય પંચકર્મ તરીકે પ્રમોશન આપવા બાબત
  8. નવા આયુર્વેદ દવાખાનાઓ અને હોસ્પિટલ્સ ખોલવા બાબત
  9. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના અન્ય મેડીકલ ઓફિસર્સને ટીકુની અમલવારી કરી હતી, તે મુજબ નિયામકશ્રી આયુર્વેદ હસ્તકના મેડીકલ ઓફિસર્સને ટીકુ અન્વયે ઉચ્ચતર પગાર ધોરણ આપવા વિસંગતતા કમિટીમાં રજુઆત કરેલ
  10. મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ)ની ખાલી જગ્યા પર ભરતી કરવા અથવા એડહોક મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ)થી જગ્યા ભરવા બાબતે રજૂઆત કરવામાં આવી.
  11. ટીકુ અન્વયે ઉચ્ચતર પગાર ધોરણ મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ)ને પણ મળે તે બાબતે હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલ જે અન્વયે સિંગલ જજ અને ડબલ જજ દ્વારા મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ) તરફી ચુકાદો આવેલ. જેને માન્ય સરકારશ્રી દ્વારા સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવેલ. માન્ય સુપ્રિમ કોર્ટ તા. ૦૮-૦૯-૨૦૧૪નાં રોજ આયુર્વેદ મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ)ને ટીકુ પંચ અન્વયે ઉચ્ચતર પગાર ધોરણ આપવું જેની ૫૦% રકમ મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ)ને ચુકવવા અને સુપ્રિમ કોર્ટમાં કેસ દાખલ કારેલ છે. (૫૦% રકમ ચુકવવા બાબતે સુપ્રિમ કોર્ટ દ્વારા વચગાળાનો હુકમ કરેલ છે.)
  12. મેડીકલ ઓફિસર્સ (આયુર્વેદ) એસોસીયેશનની વેબસાઈટ માટેની મંજુરી મળેલ છે.